મોરબીમાં આગામી તા. 25/09/2022 ને રવિવારે જાગા સ્વામી મિત્ર મંડળ અને સમસ્ત મોચી સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોચી સમાજના કે.જી. તથા ધો.1 થી ધો.12 માં 60% થી વધુ ટકા મેળવેલ પ્રથમ દ્વિતીય તૃતીય નંબર ના વિધાર્થીઓને સન્માનિત કરવામાં આવશે. આ સમારોહમાં દાતાઓ દ્વારા ઉચ્ચ ક્રમાંક મેળવેલ વિદ્યાર્થીઓને નોટબૂક, બેગ સ્ટેશનરીની કીટ જેવી વસ્તુઓ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે.
આ સરસ્વતી સન્માન સમારંભનું ઉદ્ઘાટન નકલંક મંદિર, બગથળાના મહંતશ્રી દામજી ભગત તેમજ ઈલાબેન ગોહિલ નાયબ જિલ્લા વિકાસ અધિકરીશ્રી મોરબી તેમજ પ્રદીપભાઈ વાળા દ્વારા કરવામાં આવશે.આ આયોજનને સફળ બનાવવા માટે જાગા સ્વામી મિત્ર મંડળના સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.કાર્યક્રમ ની રૂપરેખા નીચે મુજબ છે.
તારીખ:- 25/09/2022, સ્થળ:-શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ ની વાડી,નવાડેલા રોડ મોરબી, સમય :- બપોરે 2:30 વાગ્યે થી., ઉપરોકત માહિતી પ્રમુખ ઈશ્વરભાઈ રાઠોડ ની યાદી માં જણાવેલ છે.