ટંકારામા બોગસ દસ્તાવેજ તેમજ પ્રોહીબીશનના ગુનામાં નામદાર ડીસ્ટ્રીક કોર્ટ માંથી આરોપીના જામીન અ૨જી મંજુ૨ થોડાક દિવસો પહેલા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના ગુના રજીસ્ટર નં.૦૫૪૦૨૦૨૨ આઈ.પી.સી.ની કલમ ૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,તથા પ્રોહી.એકટ ની કલમ ૬૫(એ),૬૫(સી),૧૧૬(બી) મુજબ એક આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ થયેલ.
જે ગુના અનુસંધાને આરોપીઓ પૈકી મીલન ફુલતરીયા દ્રારા નામદાર ડીસ્ટ્રીક કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવેલ.જે અન્વયે આરોપીના વકીલ જયદીપ.બી.પાંચોટીયા, શીરાજ અબાણી અને ગીરીશ.બી.અંબાણી ની ધારદાર અને કાયદાકીય રજુઆત ને ધ્યાનમાં લઈ આરોપીઓને તા.૨૨-૦૮-૨૦૨૨ ના રોજ જામીન ઉપ૨ છોડવાનો હુકમ કરવામાં આવેલ.
આરોપી તરફે મોરબીના યુવા ધારાશાસ્ત્રી જે.બી.પાંચોટીયા, શીરાજ અબાણી અને ગીરીશ.બી.અંબાણી વકીલ તરીકે રોકાયેલ હતા