વાંકાનેર તાલુકાના માટેલ રોડ સેન્ટોસા સીરામીકના પાછળના ભાગે થયેલ ખુનના ગુનાના આરોપીને શોધી કાઢતી વાંકાનેર તાલુકા પોલીસ
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ગુનાના નંબર-૨૧૩/૨૦૨૨ આઇ.પી.સી કલમ-૩૦૨,૧૧૪ મુજબનો બનાવ ગઇ તા-૦૨/૦૩/૨૦૨૨ ના કલાક-૧૧/૪૫ વાગ્યે વાંકાનેર પો.સ્ટે જાણ થયેલ કે માટેલ રોડ પર આવેલ સેન્ટોસા સીરામીકના પાછળના ભાગે આવેલ કાચા રસ્તાના ભાગે એક અજાણ્યા ઇસમની કોહવાય ગયેલ હાલતમાં લાશ પડેલ હોય જે જાણ થતા પોલીસ જગ્યા જઇ લાશની ઝડતી કરતા મરણજનારનું આધારકાર્ડ મળતા મરણજનાર મદન કુંજબીહારી પાલ રહે-નથુપુરા તા-જી-મહોબા (ઉતરપ્રદેશ) વાળાની ઓળખ થતા તેના સગાવહાલાને બોલાવી મરણજનારનુ પી.એમ. કરાવતા મરણજનારના માંથાના ભાગે ઇજા થયેલ હોવાનુ ડોકટરનાઓએ જણાવેલ હોય જેથી મરણજનારના ભાઇ પુષ્યેન્દ્રકુમારની ફરીયાદ લેતા મરણજનાર મદન મીલેનીયમ સીરામીક ઢુવા ખાતે કામ કરતા હોય અને ગઇ તા-૨૫/૦૨/૨૦૨૨ ના રોજ રાત્રે તેના મીત્ર રાઘવેન્દ્ર રામકુમાર રજપુત તથા અશ્વીનભાઇ ઉદાભાઇ પગી પાસે મરણજનાર પૈસા લેવા માટે ગયેલ હોય અને ત્યારથી પરત આવેલ ન હોય તેવી હકીકત જણાવેલ હોય જેથી ફરીયાદ લઇ ઉપરોકત ગુના નંબરથી કલમથી ફરીયાદ દાખલ કરવામા આવેલ હોય
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક, સુબોધ ઓડેદરાનાઓ તથા મદદનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલ મોરબી વિભાગ,મોરબીનાઓ પણ સદરહુ ગુનામા આરોપીઓને શોધી કાઢવા સુચના આપેલ હોય જેથી શકદાર રાઘવેન્દ્રકુમાર સાઓ રામકુમાર સેવા જાતે-રજપુત ઉ.વ-૨૪ રહે હાલે-કપટાઇલ્સ સીરામીક રાતીવીરડા તા-વાંકાનેર મુળ રહે-અકોના તા-રાઠ જી-હમીરપુર (યુ.પી) તથા અશ્વિનભાઇ ઉગાભાઇ પગી જાતે-ઠાકોર ઉ.વ.૨૧ રહે હાલે-લાટો સીરામીક સરતાનપર તા-વાંકાનેર મુળ રહે-હાથીવન તા-લુણાવાડા જી. મહીસાગર વાળાઓને પકડી ઉપરોકત બનાવ બાબતે યુક્તી પ્રયુકતીથી ઉંડાણપુર્વક પુછપરછ કરતા આરોપી અશ્વીને જણાવેલ કે મરણજનાર મદન મારી પાસે પૈસા માંગતો હોય અને મને વાંરવાર ફોન ઉપર ગાળો બોલી પૈસાની ઉઘરાણી કરતો હોય અને એક વાર મારી પત્નીએ ફોન ઉપાડતા આ પૈસા બાબતે મારી પત્નીને પણ ફોન પર ગાળો આપેલ હોય જે મને નહી ગમતા મદનને પાઠ શીખવવાનો મનોમન નક્કી કરેલ અને આ મદનને રાઘવેન્દ્ર પાસેથી પૈસા લેવાના હોય જેને પણ ગાળો બોલતો હોય જેની મને ખબર હોય જેથી હુ તથા રાઘવેન્દ્ર સાથે મળેલ અને અમો બન્ને મદનને મારી નાખવાનુ નક્કી કરી ગઇ તા ૨૫/૦૨/૨૦૨૨ ના કલાક-૨૧/૦૦ વાગ્યે સઘવેન્દ્રએ મદનને ફોન કરી પૈસા લેવા આવવા માટે બોલાવેલ અને સેન્ટોસા સીરામીક પાછળ લઇ જઇ મદનને અમો બન્નેએ મળી મદનને લોંખડના સળીયાથી માંથામાં મારી હત્યા કરેલ અને લાશને ઢશળીને રસ્તાની બાજુમા આવેલ ઘાસમા સંતાડેલ અને ત્યારબાદ અમો બન્ને ત્યાંથી ભાગી ગયેલ હતા એમ જણાવતા ઉપરોકત બન્ને આરોપીઓને પકડી ધોરણસરની કાર્યવાહી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા કરવામા આવેલ છે
આ કામગીરી પી.જી.પનારા આઇસી પો.સબ.ઇન્સ વાંકાનેર તાલુકા તથા એન.બી.ડાભી પો.સ.ઇ એલ.સી.બી તથા એન.એચ.ચુડાસમા પો.સ.ઇ એલ.સી.બી તથા એલ.સી.બી ટીમ તથા વાંકાનેર તાલુકા પો.સ્ટેની ટીમ દ્વારા કરવામા આવેલ હતી.