હળવદ : શક્તિ સાગર ડેમમાં ડૂબી ગયેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો

ફાયર બ્રિગેડ ની ટીમ ની જહેમત બાદ મૃતદેહ મળી આવ્યો

હળવદ તાલુકાના સુસવાવ ગામ પાસે આવેલ શક્તિ સાગર ડેમ નજીક પિતૃ મોક્ષાર્થે અર્પણ કરવા આવેલ પરિવારના એક યુવક ડેમમાં ડૂબી જતા ભારે અપરાતફરી નો માહોલ સર્જાયો હતો જો વાત કરવામાં આવે તો મુળી તાલુકાના રાયસંગપર ગામેથી આવેલ દેવીપુજક યુવાન ડેમમાં ડૂબી ગયો હતો પિતૃ મોક્ષાર્થે અર્પણ કરવા આવેલા પરિવારનો યુવક ડૂબી જતા ભારે શોખ ની લાગણી છવાઈ હતી

ત્યારે ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ ની ટીમ તાત્કાલિક અસરથી સુસવાવ પાસે આવેલ શક્તિ સાગર ડેમ ખાતે દોડી ગઈ ત્યારે ફાયર સેફટી અધિકારી રોહિત મહેતા તેમજ ધર્મેન્દ્રભાઈ ગઢવી સહિતની ટીમ દ્વારા ભારે જેમમત બાદ યુવકની લાશ મળી આવી હતી દીપક સવાભાઈ દેવીપુજક નામના યુવકની લાશ જોઈને પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી લાશને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી