જાંબુડિયા ખાતે મોરબી નવી એ.આર.ટી.ઓ. કચેરી સંપૂર્ણ કાર્યરત
મોરબીના જાંબુડિયા ખાતે અદ્યતન નવી એ.આર.ટી.ઓ. કચેરી કાર્યરત થતા મોરબી જિલ્લાની એ.આર.ટી.ઓ. કચેરીની સંપૂર્ણ કામગીરી હવેથી નવી કચેરી ખાતે કરવામાં આવશે.
નવનિર્મિત એ.આર.ટી.ઓ કચેરીનું ગત ૧૩ સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમીતભાઈ શાહ દ્વારા ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હાલ જાંબુડીયા ખાતે સંપૂર્ણ કાર્યરત થઇ છે. તા.૨૬/૦૯/૨૦૨૨, સોમવારથી કચેરીની સંપૂર્ણ કામગીરી એ.આર.ટી.ઓ કચેરીના નવા સરનામા- “સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી-મોરબી”, જાંબુડીયા, મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે, મોરબી-૩૬૩૬૪૨ ખાતેથી થશે જેની જીલ્લાની સર્વે મોટરીંગ પબ્લિકને નોંધ લેવા મોરબી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.