મોરબીમાં રોડ ઉપર જાહેરમાં રસ્તા પર પત્થરાઓ મુકી રોડ આડશ વચ્ચે નમાજ પઢવા બાબતે ખુલાશો થયો

તા.૨૪/૦૯/૨૦૨૨ મોરબી શહેરમાં વાઘપરા-કબીર ટેકરી રોડ પર કોઇ માણસ રોડ ઉપર પથ્થરાઓની આડશ મુકી જાહેરમાં નમાઝ પડતો હોવાની માહીતી મળતા તુર્તજ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટશેનના સર્વેલન્સ તથા મોબાઇલ ઇન્ચાર્જશ્રી ઓને બનાવ સ્થળે મોકલતા વાઘપરા રોડ પર નમાઝ પડતા ઇસમને હસ્તગત કરી મજકુર ઇસમને પોલીસ સ્ટેશન લાવી તેની પુછપરછ કરી નામ પુછતા જીતેશભાઇ મીરાણી રહે.વસંત પ્લોટ મોરબી વાળા હોવાનુ જણાવેલ મજકુર દેખીતી રીતે માનસીક પીડા ભોગવતો હોવાનુ જણાય આવતા તેના પરિવારને પોલીસ સ્ટેશન બોલાવી તેના ભાઇ મનોજભાઇ હસમુખભાઇ મીરાણી તથા પત્ની આરતીબેન જીતેશભાઇ મીરાણી રહે.વસંત પ્લોટ મોરબી વાળાઓએ જણાવેલ કે છેલ્લા આઠેક માસથી માનસીક રીતે પીડાય છે, તેમની સારવાર જામનગર મેન્ટલ હોસ્પિટલમાં ચાલુ છે, અને  ઘરેથી નીકળી ગયેલ હોવાનુ જણાવેલ છે.

<span;>જેથી મોરબી શહેરમાં વાઘપરારોડ પર કોઇ ઇસમે પત્થરાઓ ની આડશ કરી તે વ્યકિતએ જાહેરમાં નમાઝ પઢતો હોવાની જાણ થતા આ બાબતે મજકુર ઇસમ જીતેશભાઇ હસમુખભાઇ મીરાણી જાતે લોહાણા રહે.વસંત પ્લોટ મોરબી વાળા માનીસિક બીમારીના કારણે આવી પ્રવુતી કરેલ છે, જે સંદર્ભે તેમના પરિવારને માનસિક સારવાર કરાવવા તાકીદ કરેલ છે.