મંત્રીબ્રિજેશ મેરજાની જહેમત ફળી, મોરબી હળવદ ફોરલેન ટેન્ડર રૂા.૧૯૭/- કરોડના ખર્ચે મંજૂર

મોરબી, પીપળી, હળવદ, જેતપર ફોરલેનની મંજૂરી પણ હાથવેંતમાં

મોરબી જિલ્લાના મોરબી, હળવદ તેમજ મોરબી, પીપળી, જેતપર મચ્છુ રોડને ફોરલેન બનાવવા માટે મોરબીના ધારાસભ્યશ્રી અને રાજયના મંત્રી બ્રિજેશ મેરજાએ બજેટમાં રૂા.૩૦૯/- કરોડ મંજૂર કરાવેલા. જે અંતર્ગત સતત ફોલોઅપ અને સખત મહેનત કરીને આ બંને ફોરલેનના કામો ટેન્ડર સ્ટેજ સુધી પહોંચેલા તે અંતર્ગત મોરબી, હળવદ રૂા.૧૯૭/- કરોડનું ટેન્ડર મંજૂર કરવામાં આવેલ છે.

તેમજ મોરબી, પીપળી, જેતપર મચ્છુના ટેન્ડરની મંજૂરી પણ હાથવેંતમાં છે. એટલું જ નહીં, પણ હાલ મોરબી, પીપળી, જેતપર રોડ રીપેરીંગ માટે પણ રૂા.૨/- કરોડ જેટલી રીપેરીંગ ગ્રાન્ટ પણ મંજૂર કરાવવામાં સફળતા મળી છે. આમ સિરામિક ઉદ્યોગ જેતપર, મચ્છુ તરફના ગામડાંઓને આ રોડના કારણે પડતી હાલાકી દૂર કરવા બ્રિજેશ મેરજા સઘન મોનીટરીંગ કરી રહ્યાં છે.

હવે જયારે ફોરલેનની મંજૂરી પણ ટૂંક સમયમાં મળી જવામાં છે, ત્યારે આ બંને રોડના ફોરલેનના કામો પણ તુર્તજ હાથ ધરાય તે માટે માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બ્રિજેશ મેરજા સતત પરામર્શ કરી રહ્યાં છે. તેમની જહેમત ફળી છે.