મોરબીની સભારાવાડી પ્રાથમિક શાળાના વિદ્યાથીઓને શૈક્ષણિક કીટનું વિતરણ

મોરબીનજીક આવેલ સભારાવાડી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાથીઓ પ્રત્યે વાડી વિસ્તાર સહિત આસપાસ ના લોકો સતત પ્રેમ દાખવી સભારાવાડી પ્રાથમિક શાળામાં અવાર-નવાર શૈક્ષણિક કીટ તથા સ્કુલબેગો તદ્દઉપરાંત નાસ્તો કરાવી બાળકોના ચહેરા પર સ્મિત લેહરાવવા પ્રયત્ન કરવામાં આવે છે.

ત્યારે આજરોજ શાળા ના શિક્ષક વિજયભાઈ દલસાણીયા ના સહયોગ થી સભારાવાડી પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓનેશ્રેય એસોસિએટના ત્રણ મિત્રો દેત્રોજા યોગેશભાઈ,પરેશભાઈ પરમાર, કાચરોલા જય દ્વારા વિધાર્થીઓ ને પેડ-1,પેન્સિલ-2 ચેક રબર-2,ફુટપટ્ટી-1,સંચો-1,પેન્સિલ કલર બોક્સ-1,મિણિયા કલર બોકસ-1 સહિતની શૈક્ષણિક કીટ વિતરણ કરી વિધાર્થીઓ ને ઉત્સાહીત કર્યા હતા.

આ તકે સભારાવાડી પ્રાથમિક શાળાના આચાર્ય ભરતભાઈ બાવરવા સહિત શિક્ષક સ્ટાફે દાતાશ્રી નો આભાર વ્યક્ત કર્યો હતો.