મોરબીમાં મહીલા દીવસની અનોખી ઉજવણી

મહીલા દીવસ ની ખરા અર્થમાં સાર્થક ઉજવણીની દીશામાં પી.જી.પટેલ કોલેજ- NSS Unit & લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા અનોખી પહેલ

આગામી 8 માર્ચે મહિલા દીવસ ની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે પી.જી.પટેલ કોલેજ-NSS Unit તથા લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના સંયુક્ત ઉપક્રમે “DONATE HAIR, DONATE HOPE” સુત્ર અંતર્ગત અનોખી પહેલ કરવામાં આવી છે જેમા કેન્સર પીડીતો માટે વાળ નુ દાન આપીને તેમના જીવનમા અજવાળુ લાવવાનો એક નમ્ર પ્રયાસ કરવામાં આવનાર છે.

આપણે સૌ જાણીએ છીએ કે કેન્સર પીડીતો કીમો થેરાપી ની સારવાર દરમિયાન પોતાના વાળ ગુમાવતા હોય છે. વ્યક્તિ ની સાચી સુંદરતા વાળ થી જ હોય છે આ માટે કેટલીક સેવાકીય સંસ્થાઓ કેન્સર પીડીતોને વિના મુલ્યે હેર વિગ આપતી હોય છે, આ હેર વિગ આપીને તેમના જીવનમાં પ્રકાશ લાવવના કાર્ય મા સહભાગી બની ને આગામી મહીલા દીવસે આપ વાળનુ દાન કરવા માટે આગળ આવો તેવી લાયન્સ ક્લબ ઓફ મોરબી – નઝરબાગ મોરબીની મહીલાઓ ને અપીલ કરે છે.

આ ઉમદા કાર્યમાં મોરબી ની કોઈ પણ વ્યક્તિ જોડાઈ શકે છે આ અંગે વધુ માહીતી તથા નામ નોંધણી માટે મોબાઈલ નંબર 8238088777 પર સંપર્ક કરવો.