ભુજ તથા ગાંધીધામ ખાતે વિના મુલ્યે બોર્ડર સીક્યુરીટી ફોર્સના નિવાસી તાલીમ વર્ગ યોજાશે

યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ મોરબી રોજગાર કચેરી ખાતે અરજી કરવી

રોજગાર વિનિમય કચેરીઓ અને બોર્ડર સીક્યુરીટી ફોર્સના સંયુક્ત ઉપક્રમે ભુજ તથા ગાંધીધામ ખાતે ૩૦ દિવસના વિના મુલ્યે નિવાસી તાલીમ વર્ગનું આયોજન બોર્ડર સીક્યુરીટી ફોર્સ દ્વારા કરવામાં આવનાર છે. જેમાં ૧૭.૫ વર્ષથી ૨૩ વર્ષની ઉંમર, ૧૬૮ સેન્ટીમીટરની ઉંચાઇ અને ૭૭ સેન્ટીમીટરથી ૮૨ સેન્ટીમીટરની છાતી ધરાવતા (અપંગો સિવાય) ઉમેદવારો અરજી કરી શકે છે.

સદર તાલીમ વર્ગમાં જોડાવવા ઇચ્છુક મોરબી જિલ્લાના ઉમેદવારોએ રોજગાર વિનિમય કચેરી, મોરબીને નિયત નમુનામાં શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, ફોટો, આઇ.ડી.પ્રુફ, મેડિકલ સર્ટીફિકેટ, બેન્ક પાસબુક વગેરેની નકલો સાથે તાત્કાલિક અરજી કરવા અનુરોધ કરવામાં આવે છે. અરજી પત્રક રોજગાર વિનિમય કચેરી,મોરબી નવું સેવા સદન બીજો માળ રૂમનં ૨૧૫ માંથી વિના મુલ્યે મળી શકશે તેવું જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.