મોરબી : શ્રીમતી આર.ઓ. પટેલ મહિલા કોલેજનું ઝળહળતું B.C.A. Sem -2 નું 70% પરિણામ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા તાજેતરમાં બી.સી.એ. સેમેસ્ટર 2 (ન્યુ કોર્ષ – 2019) નું રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે‌. જેમાં મોરબીની શિક્ષણ અને સંસ્કાર ક્ષેત્રે હરહંમેશ અગ્રેસર એવી શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી આર.ઓ. પટેલ મહિલા કોલેજનું 70% જેટલું રીઝલ્ટ મેળવીને યુનિવર્સિટી કક્ષાએ તથા મોરબી જિલ્લામાં કમ્પ્યુટર કોલેજનો દબદબો જાળવી રાખી સંસ્થા અને કોલેજ પરીવારનું ગૌરવ વધાર્યું છે.

કોલેજમાં પ્રથમ નંબરે ભાગીયા ધ્રુવી રમેશભાઈ 551/600 91.83%, બીજા નંબરે મારૂ ધારા પ્રવીણભાઈ 545/60‌0 90.83%, ત્રીજા નંબરે ખાલપડા દ્રષ્ટિ અજયભાઇ 512/600 85.33%,ચોથા નંબરે ચૌહાણ ગાયત્રી રાજેશભાઈ 506/600 84.33%, પાંચમા નંબરે પરમાર ભાવિની નિલેશભાઈ 505/600 84.17% માર્કસ મેળવી સંસ્થા અને કોલેજ પરીવારનું નામ સમગ્ર સૌરાષ્ટ્રમાં ગુંજતું કર્યું છે.

શિક્ષણનું માર્કેટિંગ નહીં પણ શિક્ષણનું જતન આ સંસ્થા અને કોલેજનો હંમેશને માટે મૂળમંત્ર છે. ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે અને અભ્યાસ માટેની નવીનત્તમ પદ્ધતિઓની પહેલ કરવામાં કોલેજનો ટિચિગ સ્ટાફ હરહંમેશ પ્રયત્નશીલ રહે છે.

સર્વે વિધાર્થીનીઓને કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ વલમજીભાઈ અમૃતિયા, કોલેજના પ્રિન્સિપાલ અશ્વિનભાઈ ગામી, કમ્પ્યુટર વિધાશાખ ના હેડ ઑફ ડિપાર્ટમેન્ટ કેતનભાઈ દેત્રોજા તથા કમ્પ્યુટર વિદ્યાશાખાના સર્વે સ્ટાફગણ તરફથી વિધાર્થિનીઓને શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં આવી જ ઉત્તરોતર ઉન્નતિ કરી પરિવારનું ગૌરવ વધારીને સમાજ તેમજ રાષ્ટ્ર ઉપયોગી કામગીરી કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી છે.