ટંકારા : શ્રી સરાયા તાલુકા શાળામાં શાળાનો 69મો સ્થાપના દિવસ અનોખી રીતે ઉજવવામાં આવ્યો

શ્રી સરાયા તાલુકા શાળામાં શાળાનો સ્થાપના દિવસની ઉજવણી માટે 01-10-1954 માં શાળામાં દાખલ વિદ્યાર્થીઓ કે જેઓ વૃદ્ધાવસ્થા સુધી પહોંચી ગયેલ છે તેઓ દરેક ને આમંત્રણ આપીને “કેક કટિંગ” કરી ઉજવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઈ ગરચર, ટંકારા તાલુકાના બી. આર.સી. કો ઓર્ડીનેટર તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશભાઈ ફેફર, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ મહામંત્રી વિરમભાઈ દેસાઈ , સી.આર.સી. હેમંતભાઈ, સરાયા સરપંચ શામજીભાઈ ઢેઢી, આચાર્ય ચુનીલાલ ઢેઢી, નિવૃત આચાર્ય જીલુભાઈ ઢેઢી તેમજ સમગ્ર શાળા સ્ટાફ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.