જુ.યુપીએસસીની પરીક્ષા પાસ કરી મોરબીનું ગૌરવ વધારતી વિશ્વા

મોરબી ઔદ્યોગિક નગરીની સાથે સાથે જ્ઞાન અને કૌશલ્યની નગરી પણ છે, એ ઉક્તિને વિશ્વા નામની દિકરીએ સાર્થક કરી છે, ધોરણ 1થી 5 ગામડાની સરકારી શાળામાં અભ્યાસ કરીને હાલ જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-8 આઠમા અભ્યાસ કરતી શિક્ષક દંપતિની પુત્રી વિશ્વા ભરતભાઈ બોપલિયાએ જી.એસ.ઈ.એસ.જીયો જુનિયર યુ.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરીને બોપલિયા પરિવાર તથા ઓમનગર (ખારચિયા)ગામ અને મોરબીનું ગૌરવ વધારેલ છે.

ભવિષ્યમાં આ દિકરી UPSC ની પરીક્ષા પાસ કરીને પબ્લીક સેવા કરે એવી સૌ સ્નેહીજનો તરફથી શુભેચ્છાઓ પાઠવેલ છે.