વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા હળવદમાં અલગ અલગ જગ્યાએ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું

૨૬ જેટલી ગરબી મા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું – ભાવેશ ઠક્કર

વિશાલ જયસ્વાલ હળવદ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા હળવદ શહેરી વિસ્તારની અંદર અલગ અલગ ગરબી સ્થળે કુલ 26 જેટલા સ્થળો પર શસ્ત્ર પૂજન નું આયોજન કરવામાં આવ્યું વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શસ્ત્ર પૂજન નું આયોજન કરવામાં આવ્યું હતું.

વધુમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના પ્રાંત સંયોજક ભાવેશભાઈ ઠક્કર જણાવ્યું હતું કે આ વર્ષે પ્રથમ વખત અલગ અલગ ગરબી મંડળ પર સ્થળ પર જઈને શસ્ત્ર પૂજન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં આયોજકોનો સાથ અને સહકાર મળ્યો જેના થકી 26 જેટલી અલગ અલગ ગરબી એ આ શાસ્ત્ર પૂજન નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દિપકદાસજી મહારાજ તેમજ ભક્તિનંદન સ્વામી ,પ્રભુચરણદાસ બાપુ ના આશીર્વાદ પ્રાપ્ત કરી

આ કાર્યક્રમ શાંતિપૂર્ણ સફળ રહ્યો જેમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓ તેમજ ગરબી મંડળના આયોજકો અને હળવદવાસીઓનો સાથ અને સહકાર મળ્યો હતો