ટંકારા તાલુકાના હડમતિયા ગામમાં દશેરાના દિવસે શસ્ત્ર પુજન

“અન્યાય પર ન્યાયનો વિજય એટલે વિજયાદશમી”
દશેરા ભારતમાં ઉજવાતો એક હિંદુ તહેવાર છે, જે નવરાત્રી પુરી થયા બાદ આવે છે. ગુજરાતી પંચાંગ મુજબ આસો માસની સુદ દશમને દિવસે આવે છે. લંકાનાં રાજા રાવણ ઉપર ભગવાન રામચંદ્ર એ મેળવેલાં વિજયનાં માનમાં આ તહેવાર ઉજવવામાં આવે છે, માટે તેનું બીજું નામ વિજયા દશમી પણ છે.

હડમતિયા ગામના યુવા ઉધોગપતિ અને આમ આદમી પાર્ટીના મોરબી – માળિયા સીટના ઉમેદવાર અને કચ્છ-ભુછ લોકસભાના ઉપપ્રમુખ પંકજભાઈ રાણસરીયાએ વિધિવત શસ્ત્ર પુજન અર્ચન કરવામાં આવ્યું હતું સાથે ગામનાં અસંખ્ય યુવા આગેવાનો સાથે જોડાયેલા રહ્યા હતા. નવરાત્રીમા સંખ્યાબંધ માનવ મહેરામણ વચ્ચે અને ઝગમગતી રોશની વચ્ચે અંધકારનો નાશ અને દિવાળી પહેલા રોશનીનો ઉદય થયો હતો