મોરબી સીટી એ ડીવિઝન પોલીસની પ્રશંસનીય કામગીરી બદલ મંડપ સર્વિસના વેપારી દ્વારા કરાયું સન્માન

મોરબી: મોરબીના લાતી પ્લોટ શેરી નં-ર માં આવેલ શીવ મંડપ સર્વીસમાથી ગત તા.૨૭ સપ્ટેમ્બરના રોજ મંડપ સર્વીસની અલગ અલગ વસ્તુઓની કિં. રૂ. ૧,૬૮,૭૫૦ના મુદ્દામાલની ચોરી થય હતી. જે બનાવ અંગે મંડપ સર્વિસના વેપારીએ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા મોરબી સીટી એ ડીવિઝન પોલીસે તસ્કરોને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી હતી અને ગણતરીના દિવસોમાં જ ચોરીનો ભેદ ઉકેલી રૂપીયા ૧,૬૮, ૭૫૦નો ચોરાયેલ મુદ્દામાલ રીકવર કરી પાંચ ઇસમોને ઝડપી પાડયા હતા.

મોરબી સીટી પોલીસની આ સરાહનીય કામગીરી બદલ મંડપ સર્વિસના વેપારી દ્વારા પોલીસ પરીવારનુ સાલ ઓઢાડી સન્માન કરી તેમના આ કાર્યને બિરદાવ્યું હતું.