મોરબી પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં રૂ. 1.68 લાખની ચોરીનો ભેદ ઉકેલ્યો, પાંચ શખ્સોને ઝડપી પાડયા

મોરબી: મોરબીમાં ચાર-પાંચ દિવસ પહેલા મોરબી લાતી પ્લોટ શેરી નં-૨ માં આવેલ શીવ મંડપ સર્વિસ માંથી કિ.રૂ.૧,૬૮,૭૫૦ના માલતાની ચોરી કરેલ તથા ચોરીમાં ઉપયોગ કરેલ વાહન કિ.રૂ.૨,૦૦,૦૦૦/- ના મુદામાલ સાથે પાંચ આરોપીઓને મોરબી સીટી એ ડીવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી 1,68,750 રૂપિયાનો મુદ્દામાલ રીકવર કરી સરાહનીય કામગીરી કરી છે. મોરબી સીટી એ ડીવિઝન પોલીસે તસ્કરો સામે લાલ આંખ કરી સકંજો કસીયો અને લાખોના માલમતાની ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં જ ઉકેલી નાખ્યો છે.

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડીવીઝન મોરબી નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર એમ.પી.પંડયા નાઓએ મિલ્કત વિરૂધ્ધના અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરવા તેમજ અટકાવવા જરૂરી સુચના માર્ગદર્શન કરેલ હોય જે અનુસંધાને ગઈ તા. ૨૭/૦૯/૨૦૨૨ ના રોજ રાત્રીના સમયે મોરબી લાતીપ્લોટ શેરી નં-ર શીવ મંડપ સર્વીસમાથી મંડપ સર્વીસની અલગ અલગ વસ્તુઓની ચોરી થયેલ હોય જે અનુસંધાને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીગમાં હોય તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ જાડેજા તથા હિતેષભાઇ ચાવડા તથા સિધ્ધરાજભાઇ લોખીલ નાઓને મળેલ સંયુકતમા ખાનગી રાહે મળેલ બાતમીના આધારે તેમજ નેત્રમ સીસીટીવી કેમેરાની મદદથી ચોરીમા ઉપયોગ થયેલ સુપર કેરી લોડીંગ વાહનમા ચાર ઈસમો. હિતેશભાઇ દીલીપભાઇ પાટડીયા (રહે.કબીર ટેકરી, શેરી નં.૪), આકાશભાઇ મનોજભાઇ હામેણીયા ( રહે.લીલાપર રોડ, નીલ કમલ સોસાની બાજુમાં ), અજયભાઇ સવજીભાઇ કુંઢીયા (રહે.મોરબી-૨ માળીયા ફાટક પાસે ઉમાટાઉન શીપનાગેઇટથી આગળ), તથા આશીફભાઇ હમીદભાઇ શેખ રહે.મોરબી માળીયા ફાટક પાસે કાંતીનગર લીલાપર રોડ સરકારી આવાસ યોજના સામેથી મળી આવતાં તેઓને વિશ્વાસમા લઇ યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા તેઓએ આ ચોરી કરેલાની કબુલાત આપેલ હોય અને સદરહુ ચોરીનો માલ હાજીભાઇ મુસાભાઇ ખુરેશી રહે.મોરબી કબીર ટેકરી વાળાને આપેલ હોય જેથી મજકુરના મોરબી-૨ સર્કીટ હાઉસ સામે આવેલ ભંગારના ડેલામાથી ચોરીમા ગયેલ મુદામાલ રીકવર કરવામા આવેલ છે. તેમજ એક સગીરવયના બાળકિશોરની સંડોવણી ખુલતા તેને જુવેનાઇલ કોર્ટમા રજુ કરવામા આવેલ છે. આમ પાંચેય આરોપીઓ તેમજ એક સગીર વયના બાળકિશોર વિરુધ્ધ યોગ્ય કાર્યવાહી કરી મોરબી સીટી એ ડીવીઝન ખાતે ઈ.પી.કો. કલમ.૪૫૭,૩૮૦ મુજબ નો ગુન્હો ડીટેકટર કરેલ છે.

પોલીસ દ્વારા ચોરી ગયેલ મંડપ સર્વીસનો કિ.રૂ.૧,૬૮,૭૫૦ નો તમામ મુદામાલ રીકવર  કરેલ છે તેમજ ચોરીમાં ઉપયોગ કરેલ સુપર કેરી માલવાહક વાહન નં.જી.જે.૩૬-વી.-૧૯૯૪ કિં.રૂ. ૨,૦૦,૦૦૦ વાળી ગાડી પોલીસે કબજે કરી છે.

મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.પી.રાણા તથા એ.એસ.આઇ કિશોરદાન ગઢવી તથા કિશોરભાઇ પારઘી તથા મનસુખભાઇ દેગામડીયા તથા પોલીસ કોન્સ્ટેબલ ચકુભાઇ કરોતરા તથા સિધ્ધરાજસિંહ જાડેજા તથા હિતેષભાઇ ચાવડા તથા આશીફભાઇ રાઉમા તથા તેજાભાઇ ગરચર વિગેરેનાઓ દ્વારા ચોરીનો ભેદ ઉકેલવામાં સરાહનીય કામગીરી કરી છે.