મોરબી જિલ્લાના ફોર વ્હીલર વાહનોના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે

અરજદારે  www.parivahan.gov.in  પર  તા૧૯ થી ૨૧ ઓક્ટોબર સુધી અરજી કરવી

મોરબીના ફોર વ્હીલર માટે GJ36 AF સીરીઝ માટેના ફક્ત ફેન્‍સી નંબર માટેની રી-ટેન્‍ડર પ્રક્રિયા તા.૧૯/૧૦/૨૦૨૨ થી શરૂ થનાર છે. તા.૧૯/૧૦/૨૦૨૨ થી તા.૨૧/૧૦/૨૦૨૨ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા. ૨૧/૧૦/૨૦૨૨ થી તા.૨૩/૧૦/૨૦૨૨ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે તથા તા. તા.૨૩/૧૦/૨૦૨૨ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે.

ઉપરાંત બાકી રકમનું ચુકવણું પરિણામ જાહેર થયેથી ૨ દિવાસમાં www.parivahan.gov.in/fancy પર જઇને કરવાનું રહેશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.