મોરબી નગરપાલિકા દ્વારા આધુનિક ફાયર બાઉઝરનું લોકાર્પણ કરાયું

ગુજરાત સરકાર દ્વારા ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા ના પ્રયત્નથી ગુજરાત સરકાર માંથી મોરબી નગરપાલિકા માટે રૂ.-૧,૧૦,૦૦,૦૦૦/-ની કિંમતનું વોટર બાઉઝર જેમાં ૧૨,૦૦૦ લીટરની કેપેસીટી, પાણી ખેચવામાટેનું સકસન, બી.એ.સીટ, સીલીન્ડર ગેસ તથા એક્ઝોસ્ટ જનરેટર સાથે જરૂરી સાધનો જેવાકે હોર્સ પાઈપ, ફાયર ફાઈટરના સાધનો ૩૨-ફુટ ઉંચી સીડી સાથેનું મંજુર કરાવી

મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, ગેરેજ ચેરમેન ભાવિકભાઈ જારીયા તથા અન્ય ચેરમેનઓ કલ્પેશભાઈ રવેશીયા, ગીરીરાજસિંહ જાડેજા, સુરેશભાઈ સીરોયા, મનુભાઈ સારેસા, માવજીભાઈ કંઝારીયા તેમજ અન્ય સદસ્યઓ તથા ફાયર વિભાગ અને નગરપાલિકાના અધિકારીઓ તથા કર્મચારીઓ અને પત્રકારોની ઉપસ્થિતીમાં ફાયર વિભાગને અર્પણ કરેલ છે, આ અદ્યતન વોટર બાઉઝરથી લોકોની સુવિધા અને સલામતીમાં વધારો થશે તેવું જણાવવામાં આવેલ છે.