કોંગ્રેસની પરિવર્તન યાત્રા હળવદ આવી – સરા ચોકડી થી બ્રાહ્મણ ની ભોજન શાળા સુધી યાત્રા

સ્થાનિક કાર્યકર ને જ ઉમેદવાર બનવવામાં આવશે : કોંગ્રેસ યુવા પ્રદેશ પ્રમુખ

વિશાલ જયસ્વાલ હળવદ : વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. ત્યારે પરિવર્તન લાવવાની હાંકલ સાથે આજે સોમનાથથી સુઇગામ નીકળેલી કોંગ્રેસની યુવા પરિવર્તન રેલી હળવદ આવી પહોંચી હતી. જેમાં સરા ચોકડીએ યુવા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં સરા ચોકડીએથી બ્રાહ્મણની ભોજનશાળા સુધી ભવ્ય કોંગ્રેસની રેલી કાઢવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહી રેલીને સફળ બનાવી હતી. પરિવર્તન યાત્રા દરમિયાન ગુજરાત કોંગ્રેસના યુવા પ્રદેશ પ્રમુખ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 27 વર્ષથી ગુજરાતની જનતા પર અત્યાચાર થયા છે.

એ વાત લઇ સમગ્ર ગુજરાતમાં યુવક કોંગ્રેસ પ્રવાસ કરી રહી છે. આવનારી વિધાનસભા ચૂંટણી 2022માં કોંગ્રેસની સરકાર બનવાની છે. તો સાથે સરકાર બનતાની સાથે પ્રથમ બેઠકમાં 40 લાખ બેરોજગાર યુવાનોને રોજગારી ન મળે ત્યાં સુધી 3 હજાર માસિક ભથ્થુ આપવામાં આવશે. તેમજ 10 લાખ સરકારી નવી નોકરી આપીશું. આ સાથે જ કહ્યું કે, કોન્ટ્રાક્ટ પધ્ધતિ નાબૂક કરીશું અને ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે. આ વાત સાથે અમે પરિવર્તન રેલી કાઢી રહ્યાં છીએ. તો 125 બેઠકો સાથે કોંગ્રેસની સરકાર બનશે તેવો દાવો પણ કર્યો હતો. તેમજ વધુમાં જણાવ્યું હતું કે, આયાતી ઉમેદવારને કોઇ મોકો આપવામાં આવશે નહીં. કોંગ્રેસ પાર્ટી અહીંથી જે નામ આપવામાં આવશે તેને જ તક આપવામાં આવશે. આ પરિવર્તન રેલી સરા ચોકડીએ બ્રાહ્મણની ભોજનશાળાએ પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા.