ચૂંટણીની ભેટ ચાર દિનકી ચાંદની ફિર અંધેરી રાત સીરામીક ઉદ્યોગ સાથે આવું થશે !!

મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસમાં પાંચ રૂપિયાનો ઘટાડો

ચૂંટણીના સમયે સરકાર બધા લોકોને પોતાની તરફ આકર્ષવ માટે અનેક જાહેરાતો કરતી હોય છે ત્યારે લોકો તે સમયે સરકારના આ નિર્ણયને વધાવતાં હોય છે પણ જેવી ચૂંટણી પુરી થાય એટલે બધી કરેલી જાહેરાત અમલ માં મુકવામાં આવતી નથી મોરબી સીરામીક ઉદ્યોગ સાથે આવું બનેલુ છે ગત ચૂંટણી સમયે ગેસના ભાવ માં ઘટાડો કરીને ફરી થી ડબલ વધારો કરવામાં આવ્યો હતો એટલે ચાર દિનકી ચાંદની ફિર અંધેરી રાત.

ગુજરાત વિધાનસભા ચુંટણી ટુંક સમયમાં યોજાવાની છે ત્યારે ચુંટણી જાહેરાત થાય તે પહેલાં દરેક વર્ગને રીઝવવા માટે સરકાર પ્રયાસ કરી રહી હોય તેમ ભેટ આપવામાં આવી રહી છે ત્યારે દિવાળી પહેલાં હ મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં પાંચ રૂપિયાનો નો ઘટાડો કરવામાં આવ્યો છે જેથી મંદીના માહોલમાં સિરામિક ઉધોગને રાહત મળી છે

મોરબીના સિરામિક ઉદ્યોગ દ્વારા ઓગસ્ટ માસમાં એક મહિના માટે વેકેશન રાખવામાં આવ્યું હતું ત્યારબાદ પણ તમામ યુનિટો શરુ થયા ના હોય અને સિરામિક ઉધોગ દ્વારા એકસૂરે ગેસનો ભાવ ઘટાડવા માંગ કરવામાં આવી હતી એટલું જ નહિ પ્રોપેન ગેસ તરફ પણ અનેક ફેક્ટરીઓ વળી હોય ત્યારે હવે વિધાનસભા ચુંટણી નજીક છે ત્યારે દિવાળી પર્વે ગુજરાત ગેસ કંપનીએ ગેસના ભાવમાં પાંચ રૂપિયાનો ઘટાડવાનો નિર્ણય કર્યો છે અગાઉ ૩ મહિનાના એમજીઓ કરનાર કંપનીને ૬૩ રૂપિયાનો ગેસ મળતો હતો તે હવે ૫૮.૧૫ રૂપિયાના ભાવથી મળશે અને ૧ માસના એમજીઓ કરનાર ફેક્ટરીને ૧.૫૦ રૂપિયા વધુ ભાવ ચુકવવા પડશે અને તેવી કંપનીએ ૫૯.૬૫ રૂપિયા ભાવ ચુકવવા પડશે

બે દિવસ પહેલા મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા અને વિનોદભાઈ ભાડજા તથા સિરામિક એસોસિએશનના હોદેદારો દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને ગેસના ભાવમાં ઘટાડા બાબતે રજુઆત કરવામાં આવી હતી જેથી  ગેસના ભાવમાં ઘટાડા કરવામાં આવ્યો તે બદલ સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇ અને રાજ્યમંત્રી બ્રીજેશ મેરજા તેમજ સાસંદ મોહનભાઈ કુંડારીયાનો આભાર વ્યક્ત કર્યો છે. તે ઉપરાંત હજુ પણ પ્રોપેન ગેસ કરતા આ ગુજરાત ગેસ 14 રૂપિયા મોંઘો પડે છે. હજુ પણ ભાવની ઘટાડાની અતી આવશ્યકતા છે. જેને ધ્યાને લેવા સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા સહીતના તમામ પ્રમુખોની યાદીમાં જણાવાયું હતું.

ગુજરાત ગેસ કંપની દ્વારા સિરામિક ઉધોગને સત્તાવાર જાણ કરી ભાવઘટાડા અંગે જણાવ્યું છે અને નવો ભાવ તા. ૨૨ ઓક્ટોબરથી જ લાગુ થઇ જશે જેથી સિરામિક ઉદ્યોગને હાલ પુરતી રાહત મળી છે અને દિવાળી ભેટ મળી છે ઘણા સમયથી સતત ભાવવધારો કર્યા બાદ આખરે ગેસ કંપનીએ ગેસનો ભાવ ઘટાડતા ઉધોગકારોમાં ખુશી જોવા મળી રહી છે.