મોરબી : NIMA દ્વારા ધન્વંતરિ પૂજન કરવામાં આવ્યું

ભારત સરકાર દ્વારા ધનતેરસના દિવસને “વિશ્વ આયુર્વેદ દિવસ” તરીકે સમગ્ર દેશમાં ઉજવાય છે. જે અંતર્ગત વર્ષોથી ધનતેરસના દિવસે ગુજરાત રાજ્યમાં National Integrated Medical Association દ્વારા “ધન્વંતરિ પૂજન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

NIMA-મોરબી જિલ્લા પ્રમુખ ડૉ. હાર્દિક રવિચંદ જેસ્વાણી દ્વારા આરોગ્યનાં દેવ ભગવાન ધન્વંતરિનાં પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવેલ. મોરબી વૈદ્યસભા દ્વારા પણ ધન્વંતરિ પૂજન કરવામાં આવે છે ત્યારે મોરબી વૈદ્યસભાનાં પ્રમુખ ડૉ. બી. કે. લહેરૂ સાહેબ દ્વારા રાષ્ટ્રીય સંગઠન અને સ્થાનિક સંગઠનનું સહભાગી આયોજન ધન્વંતરિ ભવન, ૧/૩ કાયાજી પ્લોટ, મોરબી ખાતે યોજેલ.

આ આયોજનમાં મોરબીનાં NIMA અને વૈદ્યસભાનાં તબીબો સહપરિવાર પૂજન કરવા આવેલ. મોરબીમાં જાણીતા તબીબ ડૉ. ભાડેશીયા સાહેબે પણ પૂજનમાં ભાગ લીધેલ.