રીક્ષા ચાલક દ્વારા સાયકલ પર સવાર વૃદ્ધને હડફેટે લેતા વૃદ્ધનું મોત.

મોરબીના પંચાસર રોડ ઉપર બેફિકરાઈ થી રીક્ષા ચલાવી આવતા રીક્ષા ચાલકે સાયકલ પર સવાર વૃદ્ધને હડફેટે લેતા વૃદ્ધનું મોત નીપજ્યું હતું.

ત્યારે આ અંગે મળતી વધુ માહિતી મુજબ મોરબીના એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવતા પંચાસર રોડ પર આવેલ બોખા ની વાડી થી આંબાવાડી બે વચ્ચેના રોડ પર ફરિયાદી કાંતિલાલ કરસનભાઈ ડાભી ના પિતા કરસનભાઈ ડાભી ઉંમર વર્ષ 71 વાળા પોતાની સાઇકલ ચલાવી જતા હોય ત્યારે, આ કામના આરોપી પોતાના હવાલા વાળી સીએનજી પેસેન્જર રીક્ષા રજીસ્ટ્રેશન નંબર GJ-૩૬-U-૭૫૩૬ લઈ ઉર્જડ પે બેદરકારીથી મનુષ્યની જિંદગી જોખમાય તે રીતે ચલાવી આવતા હોય અને ફરિયાદીના પિતા કરશનભાઈ ને સાયકલની પાછળથી ટક્કર મારી રોડ પર પછાડી દેતા માથાના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી હોય તથા શરીરે પણ ગમી ઇજાઓ પહોંચાડી નાસી છૂટ્યો હોય ત્યારે ટક્કર લાગતા 71 વર્ષીય વૃદ્ધ કરસનભાઈ નું મોત નીપજ્યું હતું ત્યારે પરીક્ષા ચાલક વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.