મોરબી-માળીયા વિસ્તારના લોક લાડીલા ધારાસભ્ય અને ગુજરાત સરકારના પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા પોતાની સૂઝબૂઝ,કુનેહ,કામ કરવાની આવડત,લોક પ્રશ્નો માટે સતત અવિરત કાર્યરત રહેવાની કાર્યકુશળતાના કારણે માનનીય સી.એમ.શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબથી માનનનીય પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને માનનીયશ્રી સી.આર.પાટીલ સાહેબથી માનનનીયશ્રી અમિતભાઈ શાહ સાહેબ સુધી જેમને નિકટતા પ્રાપ્ત કરેલ છે, શીર્ષથ નેતૃત્વના જેઓ કૃપાપાત્ર બનવાના કારણે મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાને હાઈટેક મિનિસ્ટરનું બિરુદ પ્રાપ્ત થયેલ છે જેમની આગેવાની હેઠળ માનનનીય પ્રધાનમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતમાં ગુજરાત રાજ્યના તમામ *સરપંચોનું વિશાળ મહા સંમેલન* યોજવામાં આવેલું, બ્રિજેશભાઈ મેરજાના પ્રયત્નોથી સમગ્ર રાષ્ટ્રમાં મોરબી જિલ્લો *ઘર ઘર નલ* માં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે અને દિલ્હી ખાતે મત્રીશ્રીનું સન્માન પણ કરવામાં આવેલ આવી યશસ્વી કામગીરીના કારણે ગુજરાતની જનતા અને કર્મચારીઓના પ્રશ્નો હલ કરવાની પાંચ મંત્રીઓની કમિટીમાં પણ બ્રિજેશભાઈ મેરજા ને મહત્વનું સ્થાન આપવામાં આવેલ અને શરૂઆતમાં જ ગુજરાત રાજ્યના તલાટીઓના પ્રશ્નોનું સંતોષકારક સમાધાન કરી આપ્યું હતું અને એવી જ રીતે અન્ય વિભાગોના કર્મચારીઓની સમસ્યાઓનું સમાધાન કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી આવી અનેકવિધ સફળ કામગીરીના ફરી એકવાર માનનીયશ્રી સી.આર.પાટીલ પ્રદેશ અધ્યક્ષશ્રી ભાજપ દ્વારા તાપી જિલ્લાની વિધાનસભાની બેઠકના નિરીક્ષક તરીકેની મહત્વની જવાબદારી સોંપતા મોરબી-માળીયાના લોકલાડીલા ધારાસભ્ય અને પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાના રાજકીય કદ,પદ અને પ્રતિષ્ઠામાં વધારો થયો છે.