ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા ૧૫ થી ૨૯ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવાઓ તથા સેવાભાવી સંસ્થાઓ કે જેઓએ રાષ્ટ્રના વિકાસ તથા સામાજીક સેવાઓ જેવી કે સ્વાસ્થ્ય, શોધ અને નવીનકરણ, સાંસ્કૃતિક વારસો, માનવ અધિકારનો પ્રચાર, કલા અને સાહિત્ય, પ્રવાસન, પરંપરાગત ઔષધિઓ, સક્રિય નાગરીકતા, સમાજ સેવા, રમત-ગમત તથા સ્માર્ટ શિક્ષણ પ્રવૃતિઓ માટે સિધ્ધિ મેળવેલ હોય
તેઓને એવોર્ડ આપી પ્રોત્સાહન પુરૂ પાડવા વર્ષ ૨૦૨૦-૨૧ માટેના નેશનલ યુથ એવોર્ડ માટે તા.૦૬-૧૧-૨૦૨૨ સુધીમાં https://awards.gov.in/ પોર્ટલ પર નોમીનેશન કરાવી અરજી યોગ્ય ફોર્મેટમાં જિલ્લા કલેકટરની ભલામણ મારફત હિંદી અથવા અંગ્રેજીમાં બે નકલમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રૂમ નં.૨૩૬ તથા રૂમ નં.૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી – ૩૬૩૬૪૨ ખાતે તા.૦૭/૧૧/૨૦૨૨ સુધીમાં કચેરીના કામકાજના દિવસો તેમજ કચેરી સમય દરમિયાન બિનચૂક પહોંચાડવા જિલ્લા યુવા વિકાસ અધિકારી, મોરબીની યાદીમાં જણાવેલ છે.