વાંકાનેર ના નવાપરા સોસાયટી નજીક થી ૩ મહિલાઓ સહિત ૮ ઝડપાયા.

વાંકાનેરના નવાપરા નજીક થી જુગાર રમતા ૩ મહિલાઓ સહિત ૮ પત્તાપ્રેમીઓ ને પકડી પાડવામાં આવ્યા છે. ત્યારે પોલીસ દ્વારા જુગારઘરા અન્વયે ગુનો નોંધી હાથ ધરવામાં આવી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સોસાયટી વરિયાના પટ્ટમાં. વાંકાનેર સીટી પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે પોલીસને સ્થળ પરથી જાહેરમાં ગંજીપતા રમતા ત્રણ મહિલાઓ સહિત 8 પત્તા પ્રેમીઓ મળી આવ્યા હતા પોલીસ દ્વારા તેમનું નામ પુછતાં તેઓ ,

રામજીભાઈ દેકાવાડીયા, અજયભાઈ બાવળીયા, રમેશભાઈ સારલા, દિનેશભાઈ ઝાલા, કાનજીભાઈ રીબડીયા, નિકિતાબેન દેકાવાડીયા, જાગૃતીબેન અદગામા, હંસાબેન બાવળીયા રહે તમામ વાકાનેર વાળા હોય ત્યારે પોલીસ દ્વારા તેમની અટકયાત કરવામાં આવી હતી ઉપરાંત તેમની પાસેથી ₹13,390 રૂપિયાની રોકડ રકમ કબજે કરવામાં આવી હતી. જુગારધારા અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.