ટંકારા: ઓરપેટ કન્યા વિદ્યાલયમાં વાર્ષિકોત્સવ તથા સન્માન સમારોહ યોજાયો

કોરોના ના કારણે ઓફલાઈન શિક્ષણ તથા વિદ્યાર્થીઓના વિકાસ માટે યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમો તથા સન્માન સમારોહ કાર્યક્રમ છેલ્લા ત્રણ વર્ષથી બંધ હતાં. હાલ માં કોરોના કાળ પૂરો થતાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા તથા તેમાં પડેલ છુપી શક્તિઓ ને બહાર લાવવા માટે ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે વાર્ષિકોત્સવ તથા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયેલ

વાર્ષિકોત્સવમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવેલ. તેમાં રાજસ્થાન પંજાબ જમ્મુ કાશ્મીર તથા મહારાષ્ટ્રની સંસ્કૃતિ ની ઝાંખી દર્શાવતા જુદા જુદા સ્ટોલો ઉભા કરાયેલ. જેમાં જે તે રાજ્યની સંસ્કૃતિ, પહેરવેશ ખાનપાન રજૂ કરાયેલ.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓએ ભાગ લીધેલ


આ પ્રસંગે ધોરણ 10 તથા બારમા પ્રથમ ત્રણ નંબર મેળવે વિદ્યાર્થીઓ નું મહેમાનો ના વરદ હસ્તે સન્માન કરાયેલ.
આ કાર્યક્રમમાં સંકટ નિવારણ એજ્યુકેશન ટ્રસ્ટના મંત્રી ધનજીભાઈ ઝાલરિયા, ઉપપ્રમુખ પંચાણભાઈ ભૂત કેમ્પસ ડાયરેક્ટર ગોપાલભાઈ રતનપરા, હીરાભાઈ ફેફર દીપકભાઈ સુરાણી ડાયાભાઈ બારૈયા તથા સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ અતુલભાઇ માકાસણા તથા બી.એડ કોલેજના પ્રિન્સિપાલ કે.જી. ભોરણીયા ઉપસ્થિત રહેલ. મહેમાનોનું સ્વાગત તથા સંચાલન આચાર્ય અસ્મિતાબેન ગામી દ્વારા કરાયેલ.