વાંકાનેર ટોલનાકા નજીક બોલેરો પીકઅપ માં ચોરખાનું બનાવી દારૂના જથ્થા લઈ આવનાર બે ઝડપાયા.

મોરબી એલસીબી દ્વારા વાંકાનેર ના બાઉન્ડ્રી નજીક ટોલનાકા પાસે રોડ ઉપરથી એક પીકઅપ ટ્રકમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂનો મોટો જથ્થો વેચાણ અર્થે લઈ જતા બે ઇસમો ને પકડી પાડવામાં આવ્યા છે 

આ અંગે મડતી માહિતી મુજબ વાંકાનેર ના બાઉન્ડ્રી નજીક આવેલ ટોલનાકા પાસે રોડ પર એલસીબી ની ટીમ દ્વારા બાતમીના આધારે એક પીકઅપ ટ્રક રજીસ્ટ્રેશન નંબર GJ -07-YZ-1750 ને રોકી તેની તપાસ કરતા તેમાં ચોર ખાનું બનાવીને કોઈ પાસ પરમીટ વગર ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટ ના અંગ્રેજી દારૂનો ક્લાસિક વિસ્કી ની 750 મિલી ની કાચની બોટલ 95 કિંમત રૂપિયા 38000/- ઉપરાંત બોલેરો પીકઅપ ટ્રક કિંમત રૂપિયા ૩,૦૦,૦૦૦/- રોકડ રૂપિયા 3000/- તથા મોબાઈલ ફોન ના બે કિંમત રૂપિયા 8000/- મળી કુલ 3,49,000/- ના મુદ્દા માલ સાથે આરોપી નંબર (૧) રાજુભાઈ નરશુભાઈ રાયસંગ બોલેરો પિકઅપ ટ્રક ના ચાલક 

ઉપરાંત આરોપી નંબર (૨) ચંદુભાઈ મંગળસિંગ પલાસ મળી આવતા તેમની અટક કરવામાં આવી છે ઉપરાંત આરોપી નંબર 3 દારૂનો જથ્થો માંગાવનાર ને પકડી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત ગુન્હામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને પકડી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.