વાંકાનેર ના નવાપરા વિસ્તાર માંથી સાત પત્તા પ્રેમીઓ ઝડપાયા.

વાંકાનેર ના નવાપરા વિસ્તારમાં મીટી કુલ સેરી.૧ માં જુગાર રમતા ૭ જેટલા પત્તા પ્રેમીઓ પર પોલીસ ત્રાટકી હતી. ત્યારે તેમને પોલીસ દ્વારા પકડી પડવામાં આવ્યા છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસ દ્વારા વાંકાનેરના નવાપરા વિસ્તારમાં આવેલ મીટી કુલ શેરી નંબર ૧ માં રેઇડ કરવામાં આવી હતી ત્યારે પોલીસ ને સ્થળ પરથી અમુક પત્તાપ્રેમીઓ મડી આવ્યા હતા ત્યારે તેમનુ નામઠામ પૂછતા તેઓ

(૧) મહેશભાઇ ઉર્ફે ટીનો દામજીભાઇ ભખવાડીયા

(૨) બાબુભાઇ ઉર્ફે કાનો કરશનભાઇ ડાભી

(૩) અજયભાઇ દિનેશભાઇ ડાભી  

(૪)સંજયભાઈ કરશનભાઈ ડાભી  

(૫)કમલેષભાઈ ગણેશભાઈ ડાભી  

(૬)વિશાલભાઈ કાનજીભાઈ રાણેવાડીયા

(૭)નરોતમભાઈ કેશુભાઈ વાઘેલા 

મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી ઉપરાંત તેમની પાસેથી રોકડ રકમ ૩૬૪૦/- કબજે કરવામાં આવ્યા હતા.