મોરબી ની શાન સમાન જુલતો પુલ તૂટ્યો, લોકો તણાયા.

મોરબી ની શાન સમાન જૂટલો પુલ આજ સાંજ ના સમયે તૂટી ગયો, થોડા સમય પહેલા જ રીનોવેસન થયેલ જૂલતો પુલ, જેની મજબૂતી ના દાવા કરવામાં આવ્યા હતા, તે જુલટોપુલ હાજ સાંજના સમયે તૂટી ગયો છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ આજ સાંજ ના સમયે જ્યારે પ્રવાસીઓ ફરવા માટે અને રીનોવેટ થયેલ જુલતા પુલ પર લટાર મારવા નીકળ્યા હોઈ ત્યારે કોઈ કારણોસર જૂલતા પુલ ના સપોર્ટ વાયર તૂટી ગયા હોઈ ત્યારે આખો પુલ જ પાણી માં પડી ગયો હતો. અને પુલ પર લટાર મારવા નીકળેલ લોકો પાણીમાં પડી ગયા હતા. પોતાનો જીવ બચાવવા માટે પુલ ના બેઝ ને પકડી રાખવા ના પ્રયત્નો કરી રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે હજુ થોડા સમય પહેલા જ અજંતા ના સુપ્રીમો જયસુખભાઈ પટેલે આ પુલ ને રિનોવેટ કરવામાં આવ્યો હતો. છેલ્લા પંદર વર્ષ થી આ જૂલતો પુલ અજંતા કંપની પાસે સંચાલન અને સુરક્ષા માટે આપવામાં આવ્યો હોઈ ત્યારે આજરોજ આ પુલ નો પાણીમાં ગરકાવ થયો છે. તો આ ઘટના પાછળ જવાબદાર કોણ એ એક મોટો પ્રશ્ન છે.