સાંજના સમયે બનેલ ઝુલતા પુલ દુર્ઘટના સમયે પુલ પર આશરે 400 જેટલા પ્રવાસીઓ હાજર હોય, ત્યારે હાલ દુર્ઘટનામાં ભોગ બનેલ તમામ લોકોનું બચાવ કાર્ય હાલ તંત્ર કરી રહ્યું છે ત્યારે જાણવા મળતી વિગતો મુજબ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકોની સંખ્યા હાલ 40 ને પાર પહોંચી છે ત્યારે હજુ પણ બચાવ કાર્ય ચાલુ છે.
ઉપરાંત હાલ તંત્ર દ્વારા જો કોઈના પરિવારમાંથી ઝુલતાપુલ દુર્ઘટનામાં ફસાયું હોય તો ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમને જાણ કરવા માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે ત્યારે તંત્ર દ્વારા 02822 243300 પર કોલ કરી જણાવવા માટે વિનંતી કરી છે ઉપરાંત હાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.
આ ઘટનાની જાણ થતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ મોરબી માટે રવાના થઈ ચૂક્યા છે ઉપરાંત દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકના પરિવારને ચાર લાખ રૂપિયા તેમજ ઘાયલ થયેલ વ્યક્તિને 50 હજાર રૂપિયા ની સહાય આપવાનું પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની જાહેર કર્યું છે.