મોરબીની મહિલા કોલેજમાં સાયન્સ ફેર કમ કોમ્પીટીશન યોજાયું

મોરબીની શ્રીમતી જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીઓ માટે સાયન્સ ફેર કમ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીનીઓ માટે સ્પાર્ક ૨૦૨૨ ઇવેન્ટનું આયોજન કર્યું હતું જેના દ્વારા ૩૦૦૦ થી વધુ વિદ્યાર્થીનીઓએ વિજ્ઞાનને સરળતાથી સમજવાનો લ્હાવો લીધો હતો જેમાં અનેક પ્રયોગો અને પોસ્ટર તેમજ મોડેલ દ્વારા રસપ્રદ રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ ૧૦૦ થી વધુ વિદ્યાર્થીનીઓએ કોમ્પીટીશનમાં ભાગ લીધો હતો વિજ્ઞાનને સમાજ ઉપયોગી બનાવવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા