મોરબી : ઝુલત પુલ મામલે નવ લોકોની ધરપકડ કરવાં આવી

મોરબીનો ઝૂલતો પુલ તૂટી જતા ૧૩૪ થી વધુ લોકોના મૃત્યુ અને ૧૦૦ જેટલા વ્યક્તિઓને ઈજા પહોંચી હતી જે દુર્ઘટના મામલે જવાબદારો વિરુદ્ધ તાત્કાલિક અસરથી ગુનો નોંધી તપાસ ચલાવવામાં આવી હતી જે ઝૂલતો પુલ વર્ષ ૧૮૮૭ થી મોરબી સ્ટેટ દ્વારા બનાવવામાં આવ્યો હતો જે પુલનું અવારનવાર સરકાર દ્વારા અલગ અલગ ખાનગી એજન્સી મારફત સમારકામ, મેન્ટેનન્સ અને મેનેજમેન્ટ અર્થે સોપી લોકોને આનંદનું સ્થળ કાર્યરત રાખવામાં આવ્યું હતું

પુલ છેલ્લા આઠેક માસથી મેન્ટેનન્સ માટે બંધ રાખી ગત તા. ૨૬ ઓક્ટોબરના રોજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને દિવાળીના તહેવારોને પગલે ભીડ વધુ હોય જેથી મેન્ટેનન્સ અને મેનેજમેન્ટ ખામીના પગલે પુલ ધરાશાયી થયો હતો જેથી મેન્ટેનન્સ અને મેનેજમેન્ટ કરનાર વ્યક્તિઓ/એજન્સીઓ વિરુદ્ધ સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો

જે બનાવની ગંભીરતાને ધ્યાને લઈને રેંજ આઈજી અશોકકુમાર યાદવની સુચના અને જીલ્લા એસપી રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી પી એ ઝાલાની ટીમે તપાસ ચલાવી હતી અને ગુનામાં સંડોવાયેલ ઈસમો વિરુદ્ધ એફએસએલ અને એસઆઈટીની સુચના મુજબ સચોટ પુરાવા મેળવીને નવ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે

ઝડપાયેલા આરોપીઓના નામ ૧. દીપક નવીનચંદ્ર પારેખ (ઉ.વ.૪૪) રહે મોરબી (મેનેજર), ૨. દિનેશભાઈ મહાસુખરાય દવે (ઉ.વ.૪૧) રહે મોરબી (મેનેજર), ૩. મનસુખભાઈ વાલજીભાઈ ટોપિયા (ઉ.વ.૫૯) રહે મોરબી ટીકીટ કલેક્શન, ૪. માદેવભાઈ લાખાભાઈ સોલંકી (ઉ.વ.૩૬) રહે મોરબી ટીકીટ કલેક્શન, ૫. પ્રકાશભાઈ લાલજીભાઈ પરમાર (ઉ.વ.૬૩) રહે ધ્રાંગધ્રા (બ્રીજ રીપેરીંગ કોન્ટ્રાકટર), ૬. દેવાંગભાઈ પ્રકાશભાઈ પરમાર (ઉ.વ.૩૧) રહે ધ્રાંગધ્રા (બ્રીજ રીપેરીંગ કોન્ટ્રાકટર), ૭. અલ્પેશભાઈ ગલાભાઈ ગોહિલ (ઉ.વ.૨૫) રહે દાહોદ (સિક્યુરીટી ગાર્ડ), ૮. દિલીપભાઈ ગલાભાઈ ગોહિલ (ઉ.વ.૩૩) રહે દાહોદ (સિક્યુરીટી ગાર્ડ), ૯. મુકેશભાઈ દલ્સિંગભાઈ ચૌહાણ (ઉ.વ.૨૬) રહે દાહોદ (સિક્યુરીટી ગાર્ડ)