મોરબીમાં વૃદ્ધની બીમારી થી મોત, વાલી વારસ ની શોધખોડ શરૂ.

મોરબીના એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં રહેતા દલપતભાઈ કનુભાઈ રાવલ ઉંમર વર્ષ 65 વાળા ને ગજ તારીખ 27 ના રોજ કોઈ બીમારી સબબ મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા અને 2/11 ના રોજ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે રિફર કરતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારે મરણ જનારના કોઈ વાલી વારસો ન હોય ત્યારે પોલીસ દ્વારા તેમના વાલી વારસાની શોધ ખોળ શરૂ કરી છે. હાલ તેમના મૃતદેહને રાજકોટ સરકારી હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી છે.

 

મરણ જનારના શરીરને જોતા શરીરે પાતળો બાંધો વાને ઘઉં વર્ણ, માથાના ભાગે ટાલ તથા ટૂંકા વાળ તથા રાખોડી કલરનું લીટીવાળો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ હોય જેના મોઢાના ઉપરના ત્રણ દાંત પડી ગયેલ છે. આવા કોઈ વૃદ્ધના પરિવારની જાણ થતા મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે.