ચૂંટણી : મકાન, દિવાલો કે જાહેરમાર્ગ ઉપર ચૂંટણી સંદર્ભે સુત્રો કે અન્‍ય ચિત્રો પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ

મોરબી જિલ્લાની વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨

વિધાનસભા સામાન્‍ય ચુંટણી-૨૦૨૨ સંદર્ભે ભારતના ચૂંટણી આયોગ દ્વારા રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે બહાર પાડવામાં આવેલ આચાર સંહિતાના પાલન માટે મોરબી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.કે. મુછાર એ કોઈ પણ રાજકીય પક્ષો અથવા ઉમેદવાર પોતાના કાર્યકરને ધ્વજદંડ ઉભા કરવા, બેનરો લટકાવવા, નોટિસ ચોંટાડવા, સુત્રો કે ફાળવેલ નિશાનોના પ્રતિક વગેરે લખવા માટે મકાન માલિકની લેખિત પરવાનગી વિના જમીન, મકાન, કમ્પાઉન્ડ, દિવાલ વાહનો, રોડ વગેરેનો ઉપયોગ કરવા પર અને જાહેર મિલ્કત ઉપર આવું કૃત્ય કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

જે તા. ૧૦/૧૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે, જેનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.