ટંકારા-૬૬ વિધાનસભા બેઠકના નામાંકન પત્રો ક્યાં સુધી ભરી શકાશે જાણો અહીં

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨

        ચૂંટણી અધિકારી, ૬૬-ટંકારા વિધાનસભા મતદાર વિભાગ માટે ચૂંટણી નોટીસ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ, ૬૬-ટંકારા વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ કલેક્ટર નં. – ૨,મોરબી, ઠે. રૂમ નં. ૧ મામલતદાર કચેરી, ટંકારા અને મદદનીશ ચૂંટણી અધિકારી ૬૬-ટંકારા વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદારશ્રી,ટંકારા તાલુકા, ઠે. રૂમ નં. ૨ મામલતદાર કચેરી,ટંકારા સમક્ષ તા.૧૪/૧૧/૨૦૨૨ સુધી (જાહેર રજા સિવાય) સવારના ૧૧:૦૦ થી બપોરના ૩:૦૦ વાગ્યા વચ્ચે કોરા ઉમેદવારી પત્ર મેળવી શકાશે અને ભરાયેલ ઉમેદવારી પત્ર રજુ કરી શકાશે. જે માટે નિયમોનુસાર નોટીસ પ્રસિદ્વ કરવામાં આવેલ છે.

        ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૧૫/૧૧/૨૦૨૨ ના રોજ સવારના ૧૧:૦૦ વાગ્યાથી ચૂંટણી અધિકારી, ૬૬-ટંકારા વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ કલેક્ટર નં. – ૨,મોરબીની કચેરી, મોરબી, ઠે. રૂમ નં. ૧ મામલતદાર કચેરી, ટંકારા ખાતે હાથ ધરવામાં આવશે. તા.૧૭/૧૧/૨૦૨૨ ના બપોરના ૩:૦૦ કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચવાની નોટીસ ઉપરોક્ત કોઇ પણ અધિકારી સમક્ષ રજુ કરી શકાશે. મતદાન કરવાનુ થશે તો તા.૦૧/૧૨/૨૦૨૨ ના રોજ સવારે ૮:૦૦ થી સાંજના ૫:૦૦ વાગ્યા વચ્ચે થશે તેવું ચૂંટણી અધિકારી તરફથી જણાવાયું છે.