નેતા આવે તો રાતોરાત સિવિલમાં સજાવટ થઈ જાય પરંતુ મતદાર પ્રજા જોખમી દરવાજાનો ભોગ બને ત્યાં સુધી તંત્ર ઊંઘમાં!!!

“મોરબી સિવિલ નો જોખમી મેન ગેટ ની મરામત શરૂ”

મોરબીની સરકારી હોસ્પિટલ ભાગ્યે ક્યારેક સમાચારો ના બને તો સારું બાકી કાયમ માટે સમાચારો બનતી રહી છે પુલ દુર્ઘટનામાં પણ નેતાઓની મુલાકાત સરકારી હોસ્પિટલમાં થવાની સાથે જ મીડિયામાં ચમકેલી હોસ્પિટલમાં રાતોરાત નેતાઓને સારું લગાડવા માટે મારા મતો થતું હોય કે સફાઈ કામગીરીથી લઈ પીવાના પાણીની વ્યવસ્થા કરી નાખવામાં આવતી હોય છે પરંતુ ક્યાંક કંઈક ભૂલ તંત્ર પાસે આયોજનના અભાવે કે નિષ્ફળતાની નિશાની પૂરી પાડતી હોય તેમ એવી ઘટના પ્રકાશમાં આવી છે જે ઘટનામાં નેતાઓએ કરેલી મુલાકાત દરમિયાન મેન મુખ્ય ગેટ જોખમી ઝજરીત હાલતમાં હોય તે મજબૂતીની પકડતી તંત્રની પોલ ખુલ્લી હોય તેમ અખબારોમાં સમાચાર બનતા ની સાથે જ તંત્ર ઊંઘમાંથી ઉઠી તત્કાલ મજબૂત કરવા લાગ્યું છે

ત્યારે નેતાઓની ખુશામત કરતું તંત્ર ખરા અર્થે મતદાર પ્રજાની ખુશામત કરી પ્રજા ચિંતક બને તે જરૂરી છે હાલ મોરબીની સરકારી હોસ્પિટલમાં વાલા દવલાની નીતિ નું પરિણામ હલકું લોહી હવાલદારનું જેવી પરિસ્થિતિ લોકો અનુભવી રહ્યા છે પ્રજા ચિંતક નેતાઓએ શિક્ષણ અને આરોગ્ય અંતર્ગત પ્રજા ચિંતક થવું જોઈએ જેથી દેશનું ભાવિ એવા વિદ્યાર્થીઓનું ઘડતર જોખમાય નહીં અને લોકોના આરોગ્યના જતન રહે તેવી કાળજી અંતર્ગત હોસ્પિટલમાં સંપૂર્ણ સ્ટાફ સાથે સંપૂર્ણ સુવિધા પૂરી પાડી લોકોના આરોગ્યનું જતન કરવું જોઈએ હાલ મોટાભાગના ડોક્ટરો ફરજ ના ભાગે લોકોને સારવાર આપી રહ્યા છે ત્યારે મેનેજમેન્ટ પણ ફરજ ના ભાગે વાલા દવલાની નીતિ રીતિ છોડીને ભગવાનનું સ્વરૂપ ગણાતા ડોક્ટરો પોતાનું સ્થાન જાળવી રાખે તે જરૂરી બન્યું છે અખબારો ના સમાચાર બને ત્યારે રીનોવેશન કે કામગીરી હાથ ધરવા કરતા કાયમી સમસ્યા મુકતો હોસ્પિટલ રહે તેની કાળજી રાખવી જરૂરી બની છે