મોરબીમાં ત્રાજપર ચોકડી નજીક આધેડની દિકરી ઓરપેટમા કામે જતી હોય અને કુબર ટોકીઝથી બસમાં બેસતી હોય જેથી આધેડે એક શખ્સને ત્યાં બેસવાની ના પાડતા સારુ નહી લાગતા ચારે શખ્સોએ આધેડને ગાળો આપી લાકડી વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ભોગ બનનારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીમા ત્રાજપર ખારી, પંચની માતાની બાજુમાં રહેતા ભરતભાઇ અમરશીભાઈ સનુરા (ઉ.વ.૪૨) એ આરોપી રાણાભાઈ મલાભાઈ ભરવાડ, ગોપાલભાઈ નાજાભાઈ ભરવાડ, મનાભાઈ રૂખડભાઈ ભરવાડ, ગોપાલનો ડ્રાયવર મુસો રહે.બધા.મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૫-૧૧-૨૦૨૨. ને સવારના દશેક વાગ્યાના અરસામાં ફરીયાદીની દિકરી ઓરપેટમા કામે જાતી હોય અને કુબેર ટોકીઝ થી બસમા બેસતી હોય જેથી ફરીયાદીએ આરોપી રાણાભાઇને ત્યા બેસવાની ના પાડતા એ આરોપી રાણાભાઇને સારૂ નહી લાગતા ફરીયાદી ત્રાજપર ચોકડીએ હોય ત્યારે ત્યા આરોપી રાણાભાઈ, ગોપાલભાઈ , મનાભાઈ , ગોપાલ નો ડ્રાયવર મુસો એ ફરીયાદી પાસે આવી આરોપી રાણાભાઇ તથા આરોપી ગોપાલભાઈએ ફરીયાદને ગાળો આપી બોલાચાલી કરી ચારે આરોપીએ ફરીયાદીને ઢીકાપાટુ નો માર મારી આરોપી રાણાભાઇ એ લાકડી વતી ફરીયાદીને ડાબા હાથની પેલી આંગળીએ મારતા ટાંકા લીધેલ હોય તેમજ આરોપી ગોપાલભાઈ તથા આરોપી મુસો એ લાકડી વતી ફરીયાદીને વાંસાના ભાગે માર મારી ઈજા પહોંચાડી આરોપી રાણાભાઇએ ફરીયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભરતભાઇએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.