મહેન્દ્રનગર ચોકડી પાસેથી પિસ્તોલ સાથે એક આરોપી ઝડપાયો.

મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ પુજારા મોબાઈલ પાસે એક આરોપી લોખંડની મેગેઝીન વાળી પિસ્તોલ સાથે મળી આવતા પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી છે 

 

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલીસને પોલીસ મથક વિસ્તારમાં આવતા મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ પુજારા મોબાઈલ પાસે જતીન છગનભાઈ માકાસણા ઉંમર વર્ષ 27 રહે મહેન્દ્રનગર ધર્મનગર સોસાયટી વાળો પોતાની પાસે લોખંડની મેગ્જીન વાડી પિસ્તોલ કિંમત રૂપિયા 10,000/- સાથે મળી આવતા પોલીસ દ્વારા તેમની અત્યાર બધી જાહેર નંબર નો ભંગ કરી ગુનો કર્યા બાબતે અટકાયત કરવામાં આવી છે.