ઐતિહાસિક રાજાશાહી વખતના ઝુલતાપુલના એન્ટીક સીસમના કિંમતી લાકડા ક્યાં ???

મોરબી ઝુલતા પુલ ગત રવિવારે તારીખ 30-10-2022 ના રોજ અનેક માનવ જિંદગીને મોતની ચાદરમાં લપેટનાર મોરબી નો ઝુલતો પુલ જે અખબારો ટીવી ચેનલોમાં ટોપ ઓફ ટાઉન બન્યું એને આઠ દિવસનો દાડો થઈ ગયો છે રાજકીય ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે માનવ મતદાર પ્રજા ના સાથે સાથે મૃત્યુ પામેલાના પરિવારજનો તંત્ર સામે શંકા કુશંકા કરી રહ્યું છે એવા સમયે પોલીસની પકડ થી જયસુખ પટેલ હજુ ઝડપાયા નથી ત્યારે લાખો કરોડોના ખર્ચા મા અખબારોમાં ચમકેલો મોરબીનો ઝુલતો પુલ મા 1979 માં આવેલા હોનારતમાં પણ અડીખમ ઉભેલા ઐતિહાસિક જુલતા પુલના જુનવાણી રાજાશાહી વખતના એન્ટીક લાકડા જેની કિંમત લાખોમાં આપવામાં આવે છે

તે લાખો કરોડોના ખર્ચે રીનોવેશન થયેલા પુલમાંથી કોણ? ગળી ગયું!? એ દિશામાં જિલ્લા કક્ષાના અધિકારીઓ કે સ્થાનિક આગેવાનો કે રાજકીય નેતાઓ કેમ ?પ્રશ્ન ઉઠાવ્યો નથી!!!? એવી પણ ચર્ચા ચકડોળાના ચર્ચામાં ચડી છે ત્યારે 135 થી વધુ માનવ જિંદગીને મોતની ઘાટ ઉતારનાર આ ઐતિહાસિક જુલતો પુલ નો ઐતિહાસિક એન્ટીક લાખોના ખર્ચ ના કિંમતી લાકડા ક્યાં? પાલિકા તંત્ર જિલ્લા કક્ષાનું તંત્ર કે તે અંગે તપાસ કરે કે પછી જયસુખભાઈ પટેલ આવ્યા પછી જ તપાસ થશે?

એવા અનેક સવાલો આ ઐતિહાસિક જુલતા પુલ મા પાણીના બને કાંઠાની ઉપર જુલતા જુલતા ધારાશાહી થયેલા પુલમાં ઐતિહાસિક એન્ટીક રાજાશાહી વખતના લાકડા પણ શોધવા ના રહ્યા!? હોય તેવા સવાલો અનેક માનવો જેટલા મોઢા એટલી વાતો જિલ્લા કક્ષાના અધિકારીઓ માટે આત્મા નિર્ભર બની તટસ્થ તપાસ કરવી જેથી ખરા અર્થે મૃત્યુ પામેલાને શ્રદ્ધાંજલિ સમાન ગણાય બાકી તો દુનિયામાં આવ્યા છીએ તો જવાનું તો છે જ તે ખરા ફરજ નિષ્ઠ અધિકારીએ ભૂલવું ન જોઈએ આવતીકાલે કોઈ નિર્દોષ નિષ્ક્રિયતા નિષ્ફળતા આયોજનના અભાવે નિર્દોષ માનવ મોત ને ના ભેટે તેની તકેદારી રાખવી જરૂરી છે હાલ વિધાનસભા 2022 ની ચૂંટણી અંતર્ગત રાજકીય નેતાઓની ભાગદોડમાં મોરબીની દુઃખદ મોટી ઘટના મા મોટી કિંમતના કિંમતી ઐતિહાસિક એન્ટીક સીસમના લાકડા ક્યાં? તે પ્રશ્ન મતદાર પ્રજા પૂછે તે પહેલા રાજકીય નેતાઓ દ્વારા જિલ્લા કક્ષાના અધિકારીઓ સમક્ષ પ્રજાતિંતક પ્રશ્નોનું સમાધાન જરૂરી બન્યું છે

રાજાશાહીની ઐતિહાસિક ઇમારતો ને જાળવી રાખવી સાંસ્કૃતિક પરંપરા અનુસાર જે તે શહેર જિલ્લાના જિમ્મેદાર ફરજ નિષ્ઠ અધિકારીએ ભૂતકાળ ને આવનાર પેઢી ભૂલે નહીં તેના માટે ઇતિહાસ રચવો જોઈએ જેથી ઇતિહાસિક ચુલતા પુલના લાકડા શોધી કાઢવા જરૂરી બન્યા છે!!!? રાજાશાહી માં મોટાભાગની મિલકતો તંત્ર દ્વારા નષ્ટ નાબૂદ કરે તે પહેલા રાજાશાહીની મિલકત યાદગાર એન્ટીક સાધન સામગ્રીઓ નું જતન કરવાનું જરૂર છે જેમાં ખાસ કરી એન્ટીક લાકડા અડીખમ ઉભેલા ઝુલતા પુલના ક્યાં? તેને શોધવામાં નેતા તંત્ર પ્રજા ભાર મૂકશે કે પછી હોતા હે ચલતા હૈ ઘટના બની સારા નરસા પ્રશ્નો પૂછી એકા બીજા પર દોષના ટોપલા નાખી દેવાની આધુનિક યુગમાં ઘટના દુખદ બની તેને આઠ દિવસના સમયગાળામાં હજુ ઘણા માનવોને ગળે ઉતરે તેમ હાલ દેખાતું નથી