રાષ્ટ્રીય માલધારી સંઘના પ્રમુખ શિવમ રબારીએ બાંહેધરી આપતા ડીમોલેશન કામગીરી પાંચ દિવસ પૂરતી મુલ્તવી રખાય

રાષ્ટ્રીય માલધારી સંઘના પ્રમુખ શિવમ રબારી અને વિશ્વ હિન્દૂ પરિષદના પ્રમુખ કમલેશ આહીરની મધ્યસ્થી થી રવાપર-ધુનડા રોડ પર ના માલધારીઓના વાડાનું દબાણ દૂર કરવાની કામગીરી પાંચ દિવસ પૂરતી મુલ્તવી રખાય

મળતી માહિતી મુજબ રવાપર ખાતે માલધારી સમાજના લોકોના વાડા આવેલ હોય તે દૂર કરવા માટે તંત્ર ગયેલ હોય જેની જાણ થતા રાષ્ટ્રીય માલધારી સંઘના પ્રમુખ શિવમ રબારી સ્થળ પર ગયેલ તંત્ર દ્વારા ડીમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી જેથી તેઓએ હાલ ડીમોલેશન કામગીરી રોકવા માટે તંત્ર ને અને સ્થાનિક આગેવાને સાથે ચર્ચા કરી જેમાં શિવમ રબારી સાથે કમલેશ આહીર અને નિલેશ ડાંગર હાજર હતા

તાત્કાલિક ડીમોલેશનના પગલે માલધારીઓને રાતોરાત સાવ બેઘર થવાની સ્થિતિ ઉભી થતા સ્ત્રી અને બાળકોનું સુરક્ષાને ધ્યાન માં લઈ ને રાષ્ટ્રીય માલધારી સંઘના પ્રમુખ શિવમ રબારી અને વિશ્વ હિન્દૂ પરિષદના પ્રમુખ કમલેશ આહીર દ્વારા રવાપર પંચાયત, ગ્રામજનો અને માલધારીઓ વચ્ચે સમજૂતી કરાવી પાંચ દિવસમાં વાડા સ્વેચ્છાએ ખાલી કરી દેવાની બાંહેધરી આપી ડીમોલેશન અટકાવામાં આવ્યું હતું