એન.ડી.પી.એસ. નો વધુ એક કેસ સીધી કાઢતી મોરબી એસ.ઓ.જી. ટીમ. વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ગાંજાના જથ્થા ની હેરાફેરી કરતી યુવતી ને એસઓજી દ્વારા પકડી પાડવામાં આવી છે. ત્યારે યુવતી પાસેથી ત્રણ કિલો જેટલો ગાંજાનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ એસઓજી ની ટીમ દ્વારા વાંકાનેર તાલુકાના વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ ઠીકરીયાળા ગામના પાટીયા પાસેથી કરીમાં કલમ સરદાર વા/ઓ સાગર કાળુ નાઘોણા ઉંમર વર્ષ ૨૫ રહે ચોટીલા સપના હોટલ પાછળની વૃંદાવન સોસાયટી બાજુમાં વાડી યુવતીને પાસ પરમિટ કે આધાર પુરાવા વગર ગેરકાયદેસર રીતે પોતાના કબજામાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૩ કિલો અને ૫૦૦ ગ્રામ મત રૂપિયા 35,000 નો સાથે રાખી હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લીધેલ ઓપો કંપનીનો મોબાઇલ કિંમત રૂપિયા 5000 તથા ખાલી પ્લાસ્ટિકનો થેલો આમ કુલ 40,000 ના મુદ્દા માલ સાથે એન.ડી.પી.એસ. એક્ટ 1985 ની કલમ 8 (સી),20 (બી) મુજબ યુવતીની અટકાયત કરવામાં આવી છે ઉપરાંત તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.