મોરબી જિલ્લાની ત્રણ બેઠકો માટે મોડી રાત સુધી હાઈ લેવલની સસ્પેન્સ બાદ તમામ ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર થાય તે પહેલા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા ફોન કરીને તમામ સંભવિત ઉમેદવારોની ટિકિટ માટે તૈયારી કરવા જણાવ્યું હતું.
જ્યારે મોરબી જિલ્લાની ત્રણ બેઠકો ઉપર સંભવિત ઉમેદવારોને ફોન કરીને સીઆર પાટીલ દ્વારા ફોન કરી ટિકિટ માટે તૈયારી કરવા જણાવવામાં આવ્યું હતું. જેમાં મોરબી માળિયા પરથી કાંતિલાલ અમૃતિયા, ટંકારા પડધરી બેઠક પરથી દુર્લભજીભાઈ દેથરીયા, અને વાંકાનેર કુવાડવા બેઠક પરથી જીતુભાઈ સોમાણી ને ફોન કરીને ટિકિટ ની તૈયારીઓ કરવા માટે જણાવ્યું હતું.