હળવદ ધાંગધ્રા 64 વિધાનસભામાંથી ભાજપ એ પ્રકાશ વરમોરા ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો.

હળવદ ધાંગધ્રા વિધાનસભા સીટ ઉપર ભાજપ દ્વારા પ્રકાશ વરમોરા ના નામની જાહેરાત થતા જ પાટીદારોમાં ઉમંગ , ત્યારે વાત કરવામાં આવે તો હળવદ ધાંગધ્રા ની વિધાનસભા સીટ ઉપર ચાલુ ધારાસભ્ય પરસોતમ સાબરીયાનું નામ ચર્ચામાં હતું પરંતુ તેનું પત્તુ કપાયું , આ વખતે ત્રિફાંકીય જંગ સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ આ વિધાનસભા સીટ ઉપર પાટીદાર ઉમેદવારને ઉતારવામાં આવ્યો છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ કયા સમાજના નેતાને પોતાનો ઉમેદવાર જાહેર કરશે પરંતુ અંગત સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ કોંગ્રેસ ઠાકોર સમાજના ઉમેદવારને પોતાનો ઉમેદવાર જાહેર કરે તો નવાઈ નહીં , ઠાકોર સમાજની વોટબેંક હળવદ ધાંગધ્રા વિધાનસભા ઉપર વધુ હોવાને કારણે કોંગ્રેસ આ વખતે ઠાકોર સમાજના નેતાને ઉતારે તેવી પ્રબળ સંભાવના સેવાઈ રહી છે.