ઉંચી માંડલ ગામ નજીક બાઇક પર દારૂની હેરાફેરી કરતો એક ઈસમ ઝડપાયો.

મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ નજીક મોટરસાયકલ પર દારૂની હેરફેર કરતા એક ઈસમ ને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ દ્વારા મોરબી તાલુકાના હળવદ હાઇવે રોડ પર આવેલ ઉંચી માંડલ ગામની આગળ મારબિલાનો સિરામિક ફેક્ટરી સામે રોડ ઉપર મોટરસાયકલ રજીસ્ટ્રેશન નંબર GJ 10 DC 7231 વાડા પર ભારતીય બનાવટ નો ઇંગ્લિશ દારૂની ચાર બોટલ સાથે આ કામના રૂપિયા રવિભાઈ ગોગણભાઈ બડીયાવદરા ઉંમર વર્ષ 25 વાળો મળી આવ્યો હતો ત્યારે પોલીસ દ્વારા આરોપી રવિને ચાર બોટલ ઇંગ્લિશ દારૂ કિંમત રૂપિયા ૧૫૦૦/- ઉપરાંત ગુનામાં વપરાયેલ મોટરસાયકલ કિંમત રૂપિયા ૨૫,૦૦૦/- આમ કુલ ૨૬,૫૦૦/- ના મુદ્દા માલ સાથે પકડી પાડવામાં આવ્યો છે.