મોરબી અને ટંકારા તાલુકાના યોગ ટ્રેનર્સને સર્ટિફિકેટ વિતરણ કરાયા

મોરબી, ભક્તિ યોગ કેન્દ્ર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિયત કરેલ ૧૦૦ કલાક ટ્રેનીંગ પૂરી કરી નવા યોગ ટ્રેનર બનેલા મોરબી અને ટંકારા તાલુકાના યોગ ટ્રેનર્સના સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ, મોરબી જિલ્લાના યોગ કોર્ડીનેટર વાલજીભાઈ ડાભી દ્વારા આયોજન કરવામાં આવ્યું.

જેમાં વાંકાનેર તાલુકાના યોગ કોચ દિપાલીબેન આચાર્ય તથા ટંકારા તાલુકાના યોગ કોચ કંચનબેન સારેસા અને ડિમ્પલબેન સારેસા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ યોગમય મોરબી ટીમના યોગ ટ્રેનરની હાજરીમાં ખુબ સરસ રીતે આયોજન થયું.

જેમાં હાજર યોગ ટ્રેનર્સ ને જરૂરી માર્ગદર્શન, પ્રોત્સાહન અને અનુભવ કથન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા અપાયું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ની પરંપરા મુજબ નવા બનેલ યોગ ટ્રેનર ના પ્રતિભાવો અને સૂચનો પણ લેવાયા.અંતે આભારવિધિ ચાંદનીબેન દ્વારા કરાય. ગ્રુપ ફોટો સેશન અને આગામી આયોજન ની થોડી ચર્ચાઓ સાથે કાર્યક્રમ ખુબ સારી રીતે પૂર્ણ થયેલ.