મોરબીમાં રોહીદાસપરા મેઈન રોડ વીશીપરામા મકાન વેચાણ કરેલ જે મકાનના વેચાણના પૈસા બાબતે મનદુઃખ થતા યુવતીને બે મહિલા સહિત પાંચ શખ્સોએ ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર યુવતીએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.મળતી માહિતી મુજબ અમદાવાદ એલીસબ્રીજ આંબેડકર કોલોની તથા અમદાવાદ ૩૦૮ નારાયણ ચાલીમાં રહેતા નિલમબેન અનિલભાઈ જાદવ (ઉ.વ.૩૨) એ આરોપીઓ સુનિલભાઇ અનિલભાઇ જાદવ (રહે અમદાવાદ એલીશબ્રીજ આંબેડકર કોલોની), જીગ્નેશ ઉર્ફે જીગર અનિલભાઇ જાદવ (રહે. અમદાવાદ એલીશબ્રીજ આંબેડકર કોલોની), સવિતાબેન અનિલભાઇ જાદવ (રહે અમદાવાદ એલીશબ્રીજ આંબેડકર કોલોની), જયોતીબેન જગદીશભાઇ દાફડા (રહે. રાજકોટ મોટામોવા), જગદીશભાઇ બળવતભાઇ દાફડા (રહે.રાજકોટ મોટામોવા) વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૪-૧૧-૨૦૨૨ ના રોજ બપોરના આશરે સાડા બાર વાગ્યાના અરસામાં ફરીયાદીના મમ્મી એ મકાન વેચાણ કરેલ જે મકાનના વેચાણના પૈસા બાબતે આરોપીઓને મનદુખ થતા ફરીયાદીને આરોપી સુનિલભાઈ અને જીગ્નેશ તે છરી તથા પાઇપ વડે મારમારેલ ડાબા હાથમાં ઇજા પહોંચાડતા તેમજ આરોપી સવિતાબેન તથા જ્યોતીબેને ગાળો આપી ઢીકાપાટુનો મારમારી જગદીશભાઇએ છુટો ટાઇલ્સનો ઘા કરતા મુંઢ ઇજા થતા આરોપી સુનિલભાઈ અને જીગ્નેશએ મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર નિલમબેને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.