મોરબી તાલુકાના રંગપર (બેલા) રોડ રોયાલીંકા સિરામિક સામે રોડ ઉપર બાઈક સ્લીપ ખાય જતા પાછળ આવતા ટ્રકના પાછળના ટાયર નીચે આવી જતા યુવકનુ મોત નિપજ્યું હતું જ્યારે એક ઈજાગ્રસ્ત થયો હતો.મળતી માહિતી મુજબ મોરબી જેતપર રોડ પાવડીયારી કેનાલ પાસે આવેલ સોલેરીયમ સિરામિકના લેબર ક્વાર્ટરમાં રહેતા અભિષેકભાઈ સચીદાનંદભાઈ તિવારી (ઉ.વ.૨૦) એ મોટરસાયકલ રજીસ્ટર નંબર-GJ-36-AD-7360 ના ચાલક કેવીનકુમાર વિરમભાઇ કેશવાલા (ઉ.વ.૨૪). રહે. સોલેરીયમ સિરામિકના લેબર ક્વાર્ટરમાં તા.જી. મોરબી મુળ રહે. કેવાન્દ્રા ગામ તા. કેશોદ જી. જુનાગઢ વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૪-૧૧-૨૦૨૨ ના રોજ સાંજના આશરે પોણા ચારેક વાગ્યાના અરસામાં ફરીયાદીના મિત્ર કેવીનકુમાર વિરમભાઇ કેશવાલા જાતે કોળી ઉ.વ ૨૪ રહે-હાલ સોલરીયમ સિરામીકના લેબર કવાટરમા તા.જી મોરબી મુળ રહે-ગામ કેવન્દ્રા તા-કેશોદ જી-જુનાગઢ વાળા પોતાના હવાલા વાળુ હીરો સ્પલેન્ડર જેના રજીસ્ટર નંબર- GJ-36- AD-7360 વાળુ બેદરકારી અને પુરઝડપે પોતાની તથા માણસોની જીંદગી જોખમાય તે રીતે હંકારી રંગપર (બેલા) રોડ રોયાલીંકા સિરામીક સામે રોડ ઉપર પહોચતા આગળ રોડ ઉપર જતા ટ્રકની ઓવર ટ્રેક કરવા જતા વચ્ચે પહોચતા સામેથી ડમ્પર આવતા કેવીનકુમારે મોટરસાયકલની અચાનક બ્રેક મારતા મોટરસાયકલ સ્લીપ ખાય જતા કેવીનભાઇ રોડ ઉપર પડી ગયેલ અને ફરીયાદી મોટરસાયકલ ઉપર પડેલ ત્યારે પાછળથી આવતા અજાણીયા ટ્રકના પાછળના ટાયરમા કેવીનભાઇ આવી જતા કેવીનકુમારને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.