માળીયા મી.ના તળાવ નજીકથી વરલી રમતો એક ઈસમ ઝડપાયો.

માળીયા મીયાણાના તળાવની પાડ નજીક વરલી ફિચરનો જુગાર રમી રમાડતો આરોપી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.

આ અંગે માહિતી મુજબ માળીયા (મી) તળાવની પાળ નજીક વર્લી ફીચરનો જુગાર રમી રમાડતો આરોપી અબ્દુલ ઉર્ફે અબલો હબીબભાઈ જેડા (ઉ.વ.૪૦) રહે. મોટી બજારમાં માળિયા (મી) વાળાને રોકડ રકમ રૂ. ૪૩૦ ના મુદ્દામાલ સાથે માળિયા (મી) પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.