ટંકારા પોલીસ મથકમાં દારૂના ગુન્હામાં સંડોવાયેલ નાસતો ફરતો આરોપીમે પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ.

ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇંગ્લીશ દારૂના ગુનામાં છેલ્લા સવા વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો છે.

આ અંગે મળતી માહિતી મુજબ પેરોલ ફર્લો સ્કોડના પોલીસ હેડ કોન્સ્ટેબલને ખાનગી રાહે બાતમી મળેલ કે, ટંકારા પોલીસ સ્ટેશનમાં સી પાર્ટ પ્રોહી કલમ-૬૫એઇ,૧૧૬બી,૮૧,૮૩,૯૮(૨) મુજબના ઇંગ્લીશ દારૂની હેરાફેરીના ગુનામાં નાસતો ફરતો આરોપી અજીજ ઉર્ફે જીતુ સઓ દીના ઉર્જાજી કઠાત રહે. ઝાંક તા.મસુદા જી.અજમેર (રાજસ્થાન) વાળો હળવદ તરફથી અણીયારી ટોલનાકા તરફ ટ્રક લઇ આવતો હોવાની હકિકત મળતા સ્ટાફ સાથે અણીયારી ટોલનાકા ખાતે વોચ તપાસ કરતા ઉપરોકત ગુનાના કામે નાસતો ફરતો આરોપી અજીજ ઉર્ફે જીતુ સાઓ દીના ઉર્જાજી કઠાત/મુસ્લીમ ઉ.વ. ૩૩ રહે. ઝાંક ગામ માત કી કા બાડીયા તા.મસુદા જી.અજમેર (રાજસ્થાન) વાળો મળી આવેલ પરંતુ આરોપીને અટક કરવા પહેલા કોવીડ-૧૯ અંતર્ગત મેડીકલ તપાસણી કરાવવી જરૂરી હોય જેથી આરોપીને ઉપરોકત ગુનાના કામે હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ સ્ટેશનને સોપવા કાર્યવાહી હાથ ઘરેલ છે.